હું છું હરિ નામનો દીવાનો.
હોય ડર કે ભય મને શાનો ?
હરિનામ હરપળ હોય હારે
પછી શું જોઈએ બીજું મારે ?
મારે સર્વસ્વ રાધાને કાનો..હું છું o
જિહ્વા એના નામને રટતી,
સઘળી ચિંતા મારી ટળતી,
નથી આશ્રય કોઈ બીજાનો..હું છું o
આઠે પ્રહર અવિનાશી તારા,
દિલતારને ઝણઝણાવે મારા,
ભલેને રહ્યો સાવ હું નાનો ....હું છું o
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '