સાહેબ હું શિક્ષક છું..........
બની ગયો બાળક જ્યારથી બન્યો શિક્ષક;
સહી ગયો સઘળું જ્યારથી બન્યો શિક્ષક.
નથી મારા માટે કોઈ બાળક ગરીબ કે અમીર;
ભૂલી ગયો મોટાઈ જ્યારથી બન્યો શિક્ષક.
કોણ ઉંચુ કોણ નીચું નથી કોઈ મારી પાસે;
ભળી ગયો એમનામાં જ્યારથી બન્યો શિક્ષક.
બાળકોને માની ફૂલડા હું માળી બની ઉછેરુ;
રમકડું થઈ ગયો એમનું જ્યારથી બન્યો શિક્ષક.
ઓછુ નથી આવવા દીધું કદી મા થી પણ ઓછું;
બની ગયો અંતે માસ્તર જ્યારથી બન્યો શિક્ષક.