ઈંઢોણા ઉપર બેડલુ,
ને ઘુંઘટ કેરુ મુખલડુ !
લહેરાતી એ જાય ચાલી,
જોવા મનડુ તરસતુ !
ઘુંઘટ માથી ઊજાશ આવે,
જાણે જગ પ્રકાશતુ !
છમછમ પાયલ ના અવાજે,
આખુંય જગ ગુંજતુ !
ચુદલડીનો છેડો લહેરાતો,
જાણે સોડમ આપતુ !
પનઘટે એને બેડલુ ભરતા,
જોઇ મન તરસુ થાતું !
પવનને હુ અરજુ કરતો,
જરા જોરથી ફુકા "તું" !
આજ એમનુ મુખડુ જોઈ,
પૂનમના ચાંદ ને ઝંખતુ !