ખોવાયું છે…
હોઠો નું હાસ્ય, આંખની ચમક,
ચહેરા ની તાજગી…
રાત ની ઊંઘ, દિવસ નો આરામ,
શરીર ની કાળજી…
લાંબા વાળ નું કેશગુંફન, સ્વ નું મનોરંજન,
મન ની શાંતિ…
એ નૃત્ય નમણું, એ સ્વીમીંગ જબરૂં,
વિચારો ની ક્રાંતિ…
પત્ની, વહુ, જેઠાણી, દેરાણી,
એક માતા તરીકેની જવાબદારી…
હા, હવે તે મોટી થઈ,
ખોવાઈ ગઈ એક પિતા ની લાડલી…
અમિષા શાહ _અમી.