સમય ને,
આગળ પ્રિય નહીં લગાવું કારક કે આપણે એકબીજા ની ગુડ બૂક માં હંમેશા પછળજ રહ્યા છીએ...!!!
કેટલાય એવા કામ છે જે મારે તારા હિસાબ થી કરવા પડ્યા છે કે એ કરવા માટે મને તારી દુહાઈ આપવામાં આવી છે..!! આ વાત જ બહુ અકળાવી જાય છે મને કે જિંદગી ભલે મારી રહી પણ એના ઉપર રાજ તો હંમેશા તારું જ રહ્યું છે..!!
ભલે તને ચિર યૌવન પ્રાપ્ત થયું છે પણ મારાથી તો હાંફી જવાય છે હવે...!!!
ઘણુંબધું છૂટી જાય છે તારી જોડે તાલમેલ સાધતા સાધતા...!!! કહોને...ક્યારેક તો લાગે જીવન જીવવાનું જ રહી જાય છે...!!!
પણ તને ક્યાં ક્યારેય કોઈ નું પડી જ છે તો હું તને કહેવા બેઠી...!!!
એક ફરિયાદી...