આખી દુનિયા ના મેં પાણી માપ્યા છે,
બધા અંગતોએજ ઉંડા ઘા આપ્યા છે,
વાત સંબંધ ની થાય તો હથેળી માં તેમને રાખ્યા છે,
છતાંય એમને મોઢે વેણ વાંકા રાખ્યા છે,
ગણતરી કરો તો ગુણાકાર કરતાંય વધારે આપ્યું છે મે,
વળતર માં તોય સરવાળે શૂન્ય જ એમને આપ્યા છે,
પ્રેમ ભરી નજરોની વાતજ ના કરો મારી પાસે,
એમની આંખો ના પલકારે પલકારે ધબકારા વાપરી નાખ્યા છે,
વાંક હશે કદાચ નાનો અમથો મારો,
નાનકડા ગુનાહ ની સજામાં માં ઘણાય વર્ષો કાપ્યા છે,
ન્યાય ની વાત તો બઊજ દૂર રહી દોસ્તો,
લગાવેલા ગુનાહ ના કારણો પણ સંતાળી રાખ્યા છે,
સાત શરતો એ બંધાયો તો સપ્તપદી ના સાત વચનોની જેમ,
ને દરેક પડતા બોલ એમના જીલાયા છે,
છતાંય બેવફાઈ કરી છે ખુલ્લીછાતીએ એણે,
આપણે તોય આંગણે મીઠા બોલ થી આવકાર આપ્યા છે,
હજી કઈ માંગે તો કરી દઉં "અર્પણ" સઘળું,
એમની સાથે રેહવાતો ઘણા સપના પણ વેચી માર્યા છે.
-Arpan Dangi