Gujarati Quote in Funny by Jignesh Trivedi

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ દશા એની એ લો પાછી કરી બેઠા
નામ હૈયે આ ફરીથી કોતરી બેઠા .

છે સમય નાજુક જતો ના જિંદગીમાંથી ,
લાગે છે આદત બનાવી ,ઘા ભરી બેઠા .

અવદશા તો આ નથી ક્યાંથી કરું અફસોસ ,
તે છતાં આ શું અમે ખુદ ખોતરી બેઠા ?

આપનું કારણ નથી ખોટું ,છતાં થાય
કે તમે બોલો આ દિલ મુજ હરી બેઠા .

પ્રેમમાં હાલત બની છે મારી આ દોસ્તો ,
જીવતા જીવત અમે આજે મરી બેઠા .

આ વિરહ ને દૂરી બીજાના પ્રતાપે યાર,
પાડી છે ના ,તે છતાં આંસુ સરી બેઠા.

દિલ સદા માટે દશા આવી નથી ચાહતુ ,
થઇ અસર દિલ પર,તેથી તો ડરી બેઠા .

િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'

Gujarati Funny by Jignesh Trivedi : 111055162
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now