કોઈ સાથ ન આપે ત્યારે હું છું ને
એમ કહી ને સાથ આપનાર
એક વહાલું દરેક ના જીવન માં હોય છે.
હારેલી આશાઓ ને ફરીથી જીતવા
પાપાપગલી કરીને સહારો બનનાર
એક વહાલું દરેક ના જીવન માં હોય છે.
દિવસભર ના થાક ને વિસામો આપી
શાંતિ અર્પણ કરનાર
એક વહાલું દરેક ના જીવન માં હોય છે.
અનેક અવગુણ માંથી પણ
ગુણ શોધી ને સંભાળનાર
એક વહાલું દરેક ના જીવન માં હોય છે.
- કવિતા પટેલ