એક સાંજે દરિયા કિનારે હું એકલો દરિયાની રેતીમાં ચાલતો હતો. પણ મારી સાથે દરિયાની રેતીમાં બે પગલા દેખાતા હતા. ત્યારે મેં પૂછ્યું કોણ છે. તો અવાજ આવ્યો, “હું તારો આત્મા છુ, હું હમેશા તારી સાથે જ હોઉં છું”.
થોડા સમય બાદ હું ખુબ ચિંતામાં આવી ગયો હતો અને તે જ દરિયા કિનારે હું એકલો ચાલતો હતો, ત્યારે જોયું તો મારી સાથે કોઈ પગલા ન હતા. ત્યારે મેં આત્માને પૂછ્યું, “આજે હું જયારે દરિયા કિનારે ચાલતો હતો ત્યારે ફક્ત મારા જ પગલા હતા. કેમ આજે તું મારી સાથે ન હતો? તકલીફમાં તે પણ મારો સાથ છોડી દીધો બીજા બધાની જેમ. આજે સમજાયું કે તકલીફમાં કોઈ આપણી સાથે નથી હોતા, બધા સાથ છોડીને જતા રહે છે.”
ત્યારે આત્માએ જવાબ આપ્યો કે “રેતીમાં તે જે પગલા જોયા તે એક જ હતા સાચી વાત પણ તે તારા ન હતા પરતું મારા હતા”. તો મેં પૂછ્યું “એવું કેવી રીતે બને? તો મારા પગલા ક્યાં ગયાં? તેણે જવાબ આપ્યો, “તારી તકલીકમાં હું તારી સાથે જ હતો અને તું નહિ પણ હું ચાલતો હતો અને મેં તને મારી ગોદમાં ઉઠાવી લીધો હતો”.