ઈશ્ક નો કટકો કટક બટક
પ્રીતડી થાય છલક છલક
દલડું મારું ધબક ધબક
મુખડું મારું મલક મલક !!
ઈશ્ક નો પ્યાલો ગટક ગટક
મસ્તી ની ફોરમ મહક મહક
પ્યાર લતા છે લટક લટક
સ્નેહ-છાલક છપક છપક !!
ઈશ્ક ની ખંજરી ખનક ખનક
કેશ કંદરા લહક લહક
મન મોહિની મટક મટક
પ્રેમ વિંછુડો ચટક ચટક !!