ઓય @ગાંડી કાગળ, કલમ અને વિચાર ત્રણેય મારા છે,
પણ જે વિચારો લખાય છે તે એ ફકત તારા ને તારા જ છે.
દુનિયા થી છુપાવું એ લાગણી શું કામની…?
જો શબ્દોમાં ન કહું તો આ લાગણી શું કામની…?
જ્યારે તું બીજીવાર મળી હતી ને માન ન માન,
એ ક્ષણ પણ મારા જીવનની જોરદાર ક્ષણ હતી..
ગજબની નશીલી આંખો હતી એ ક્ષણે તારી,
જે આ @ગાંડા ને પણ ખરો નશો કરાવી ગઈ..
ગજબનુ હતું તારુ એ બાલિશ હાસ્ય,
જે આ @ગાંડા ને પણ હસમુખ બનાવી ગઈ..
કહેવી તો તને એક ની એક જ વાત છે,
આજે પણ @ગાંડી મારા હ્રદયમાં તારું ને તારું જ રાજ છે.. ??