મારે તો બસ એવું જ હોય છે. કંઇક સારુ કરવા જવું ને ખોટું થઈ જાય. એક દિવસની વાત છે... ટેવ મુજબ વહેલી સવારે દરિયા કિનારે ફરવા નીકળ્યો. ભીની રેતી ને દરિયા પરથી ચળાઇને આવતી ભીની ભીની શીતળ હવા તન મન ને તરબતર કરતી હતી. ચાલતાં ચાલતાં સપાટ રેતી પર એનું નામ લખવાનું મન થયું. અદુકડા બેસીને આંગળી વડે એનું નામ લખ્યું ત્યાં જ રેતીમાંથી મીઠી મીઠી સુગંધ આવવા લાગી. ભીની રેતી પર બેસીને એ મનમોહક સુગંધની મજા માણતો રહ્યો. અને મનમાં એક ઇચ્છા પ્રબળ થઈ... અને એના નામની નીચે એ જ આંગળી વડે મેઁ મારું નામ લખ્યું... ને ત્યાં તો દરિયાના મોજા ધસમસતા આવ્યા અને મારા નામને ભૂંસીને ચાલ્યા ગયા !!!