રૂપે મઢેલ વાંદરી પણ નાદાન લાગે છે,
જેદી કોઈ મૂર્ખ ને મન લુભાવા લાગે છે.
મળતી મનથી ન્યારી એને ગમતી નથી કોઈ,
જયારે મીઠા શબ્દો વાળી ગમવા લાગે છે.
શું કહું એ મુર્ખને જેને ખરા હીરા ની પરખ નથી,
જેના મન ચમકતો કાંચ પણ કંચન લાગે છે.
સાચ્ચે મનથી સમજાવો છે અઘરો માણસ,
કાચી માટી નું શરીર જેને ખરું સૌંદર્ય લાગે છે.
આવશે અક્કલ ત્યારે એને જરૂર સંગતની,
જયારે હૈયે ખાવ ઊંડા એ કોતરવા લાગે છે.
Dp,"પ્રતીક"