કદીક સીધું, કદીક આડું
ચાલ્યા કરવાનું આ ગાડું.

કરમની ઘંટી દળતી રહેતી
થોડું ઝીણું, થોડું જાડું.

સપનાંઓને રોકો ત્યાં તો
ઇચ્છાઓનું આવે ધાડું.

એનું હૈયું ખાલી કરીએ?
સાવ નકામું ભરવું ભાડું!

આંસુના તોરણ બાંધીને
આંખો પૂછે – સેલ્ફી પાડું?

ઘડીક અંદર, બ્હાર ઘડીમાં
શ્વાસને બન્ને હાથે લાડુ.

મંઝિલ છેલ્લી છે સામે, પણ
જીવન રોજે ઉતરે આડું.

English Hiku by Ajayraj Chudasama : 111053880
Harshil Patel 8 year ago

અજયભાઈ ઝક્કાસ...

Ajayraj Chudasama 8 year ago

yes mem hu writer nathi im a photographer pn vachva no sokh che.

Mital Patel 8 year ago

મેઘાણી સાહેબ ની સુંદર રચના છે આ

Mital Patel 8 year ago

મેઘાણી સાહેબ ની સુંદર રચના છે

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now