એય....સાંભળ..
એવું નથી કે હું તારા વિના જીવી નથી શકતો,
પણ હું તારા વિના જીવવા નથી માંગતો.
જુવાની આપણી તો મોજ માં જવાની છે એકાંતે,
પણ ઉંબરે આવેલું ગઢપણ તારી સાથે માણવા માંગુ છું.
દેહ માં જાન હશે ત્યાં સુધી ના તને મારી ના મને તારી જરૂરત જશે,
પણ કાચી માટી ના ચુસાયેલા શરીર ને તારી સાથે ઓગાળવા માંગુ છું.
ગઢપણ આવશે ને હડશેલો કરશે શાયદ સંતાન આપણા,
એ દુઃખ ની પળો ને તારી સાથે સુખ માં બદલવા માંગુ છું.
હું તારી સાથે છેલ્લા શ્વાસ જિંદગી ના બસ હળવે હળવે છોડવા માંગુ છું.
હું તારી સાથે જીવવા માંગુ છું.
Dp,"પ્રતીક"