નશીલી આંખ
નશીલી આંખ માં સ્વપ્ન ઉગ્યું છે ,
હદય ના બાગમાં સ્વપ્ન ઉગ્યું છે .
ઉચે ઉડતાં પક્ષી ની કોમળ ,
ફફડતી પાંખમાં સ્વપ્ન ઉગ્યું છે .
હદયમાં બીજ રોપાયું છે ઊડું ,
તડપતી યાદમાં સ્વપ્ન ઉગ્યું છે .
ધમણ માફક ઉચે નીચે થતાં તે ,
થથરતા શ્વાસમાં સ્વપ્ન ઉગ્યું છે .
ગુલાબી ફૂલ જેવા નાજુકી ને ,
લરજતા હોઠમાં સ્વપ્ન ઉગ્યું છે .