છોડ તારા વૉટસેપના ગ્રુપ,
માણ મસ્ત મોસમનું રુપ;
કર તારા ટ્વીટરને ચુપ,
સાંભળ મીઠી કોયલના કુક.
ફેંક બધા ફેસબુકના લાઈક,
સાચુકલી વાત કરને કાંઈક!
છોડને અલ્યા ટીવીની છાલ,
નીહાળ ભીનાં ફુલોના ગાલ.
મુક હવે લેપટૉપની લપ,
કર ચાની ચુસ્કી પર ગપસપ;
બંધ કર હવે મોબાઈલની ગેમ,
વાંચ હૈયામાં છલકાતો પ્રેમ.
બસ, એટલું તું સમજી જા યાર :
‘જીવન છે ટચસ્ક્રીનની બહાર…’