કોઈ વાર સ્વપ્ન માંથી નીકળી હકીકતમાં આવ...
મારા નયન શોધ્યા કરે છે તને,
બસ એક વાર મળવા તું આવ...
જો ન બોલવાના લીધા હોય પ્રણ
તો તારા શબ્દો આંખોથી સમજાવ
બસ એક વાર વાત કરવા તું આવ...
નથી સમજવા આ દુનિયાના રંગો ને
બસ એક તારા એહસાસ નો રંગ સમજાવ
બસ એક વાર તારા પ્રેમમાં રંગવા તું આવ...
ભટક્યો છું જીવનની કેડીયો થી
સાચા માર્ગની ઓળખ તો કરાવ
બસ તારા દિલનો રસ્તો બતાવવા તું આવ...
બેઠો છું એજ પથ પર જ્યાં હતી હંમેશા મળવાની કસમો
તારા જ શબ્દો હતા કે મળીને કહીશ અહેસાસો
તો એ અહેસાસો જણાવી તારા પ્રેમ માં રંગવા તું આવ...
#ગૌરવ #