Quotes by Gorav Patel in Bitesapp read free

Gorav Patel

Gorav Patel Matrubharti Verified

@gaurav.patel2692gmail.com205949
(368)

ગઝલ રૂપી આ રજુઆત મારી છે
શબ્દોમાં સંતાઈ ને બેસેલી આ વાત તારી છે...
અલંકાર - ઉપમા તો માત્ર શણગાર છે
જે ઠેસ વાગી ફક્ત મેં એ શબ્દોમાં ઢાળી છે...!
-Gorav Patel

Read More

લાગણી છલકાય જેની વાતમાં
એક બે જણ હોય એવા લાખમાં...
શબ્દ સમજે એ "સગા"
મન સમજે એ "સખા"

-Gorav Patel

હુ તો કોરો કાગળ છુ તારા વિના
તું મારામાં તારી કહાની લખીજાજે
હુ ખામોશીની એક પળ છુ તારા વિના
તું વાતોની જેમ મારા હોઠ પર રહીજાજે

Read More

તું ગુજરાતીનો એક શબ્દ છે
અને હું ગણિતનો મુશ્કિલ સવાલ
મારો તો જવાબ એક જ છે
પણ તારા અર્થ હજાર...
#ગૌરવ

પહેલી વાર મળ્યાતા એ મુલાકાત યાદ છે
મોડું થતું હતું તો પણ તે પકડી રાખેલો હાથ યાદ છે...
#ગૌરવ

ડગલે ને પગલે ચાહી છે તને
અંતરની ડેલીએ વધાવી છે તને...
સ્નેહના વાદળની જેમ વરસી તો જો
હૃદયના સિંહાસને સજાવી છે તને...
હૃદય ની રાણી બની તો જો...
#ગૌરવ

Read More

મારી નવી સવાર નો પહેલો વિચાર છે તું
હા મારું સ્વપ્ન છે તું...
સુકી માટી પર પડેલો વરસાદ છે તું
અને એજ માટી પર ખીલેલું ગુલાબ છે તું
હા મારું સ્વપ્ન છે તું...
હું ક્યારેય ભુલાવી ના શક્યો એ હકીકત છે તું
હા મારું સ્વપ્ન છે તું...
#ગૌરવ

Read More

તારી વાતો... તારી વાતો... તારી વાતો........
બસ તારી વાતો... તારી વાતો...

તારી ને મારી પ્રેમ કહાની, હું તારો કાન ને તું મીરા દીવાની

અંધારી છે રાતને ગરજે સંગ દામિની, આભે છે ચાંદને હૈયે છે કામિની... કામિની...

મારા હાથની રેખા સતત જોયા કરું...

તારા નામની રેખા હું શોધ્યા કરું... શોધ્યા કરું...

હુ તારી વાતો કર્યા કરું... હુ તારી વાતો કર્યા કરું...
હુ તારી વાતો કર્યા કરું... હુ તારી વાતો કર્યા કરું...

 

તારી યાદોના વાદળમાં જુમ્યા કરું... જુમ્યા કરું...

હુ તારી વાતો કર્યા કરું... હુ તારી વાતો કર્યા કરું...
હુ તારી વાતો કર્યા કરું... હુ તારી વાતો કર્યા કરું...


મેઘધનુષના રંગ છે સાત.... આઠમો રંગ તારો ને મારો સાથ...

ભટકે છે આ મન દિવસ ને રાત... તું આવ ને થામી લે મારો હાથ...

તારા હાથના સ્પર્શથી સતત બોલ્યા કરું... બોલ્યા કરું...

હુ તારી વાતો કર્યા કરું... હુ તારી વાતો કર્યા કરું...
હુ તારી વાતો કર્યા કરું... હુ તારી વાતો કર્યા કરું...


#ગૌરવ

Read More

જ્યારે પહેલા મળી તી આપણી આંખો...
બસ પછીજ ફૂટી તી પ્રેમની પાંખો...
વાત થઈ હતી કૈક બહુજ છાની...
ચાલ હું લખું એક પ્રેમ કહાની...

Read More

મેં સમય ને ત્યાંજ રોકી રાખ્યો છે
તારા શબ્દોનો ભંડોળ હૃદય માં સાચવી રાખ્યો છે
સમજાય જશે તને વ્યથા મારી એક દિવસ
મેં એ દિવસને શ્વાસ ના છેડે બાંધી રાખ્યો છે
#ગૌરવ #

Read More