Gujarati Quote in Story by Kamalesh Soneji

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક શેઠે મોટી દુકાન ખોલી....
અને દુકાનના ઉદઘાટન માં એક "બુઝુર્ગ" ને બોલાવ્યા.

બધી વિધિ પતી ગયા પછી શેઠે તેમને કહ્યું કે આ દુકાનમાં "એકવીસ હજાર" વસ્તુઓ મળે છે. આપને જે જરૂરી હોય તે બેજીજક લઈ લેજો.

"બુઝુર્ગ " હસ્યા અને બોલ્યા મને આમાંથી એકપણ વસ્તુ જીવવા માટે જરૂરી નથી લાગતી..

મને એ વાતનુ આશ્ચર્ય થાય છે કે માણસો બીનજરૂરી એકવીસ હજાર વસ્તુ વાપરે છે.

એરફ્રેશનર વગર કેટલા જણાનો
શ્વાસ રૂંધાઈ ગયો છે ?

હાર્પીક વગર કોની
લાદીમાં ધોકડ ઉગી ગઈ છે ?

ફેશવોશ વગર કઈ બાઇને
મુછુ ઉગી નીકળી છે ?

હોમ થીએટર લાવી કયો
મરદ કલાકાર બની ગયો છે ?

કંડીશનરથી કોના વાળ
મુલાયમ અને કાળા થયા ?

ડાઈનીંગ ટેબલ વગર જમવા બેસનારને
શું ઘુટણનો વા થયો છે ?

હેન્ડવોશ વગર આપણા કયા દાદા ને કરમીયા થયાં હતા ?

ડિઓ છાંટીને નીકળ્યા પછી આપણને
કેટલા દોડી દોડી સુંઘવા આવે છે ?

કુદરતની તમામ વ્યવસ્થાઓ સામે
આપણે ચેલેન્જ કરીએ છીએ.

બાકી...

બગલો કયા શેમ્પુથી નહાય છે ?

મોરલો પોતાનો રંગ અકબંધ રાખવા કયુ વોશ કંડીશનર વાપરે છે ?

મીંદડીને કે દિ' મોતીયા આવી ગયા ?

સસલાના વાળ કોઈ દિ' બરડ અને બટકણાં જોયા છે ?

કઈ બકરીનાં દાંતમાં કેવીટી થઈ છે ?

ઈનહેલર કે બામ વગર પણ કુતરાનું નાક ગંધ સુગંધ પારખે જ છે.

અલાર્મ વગર કુકડો ઉઠે જ છે.

મધમાખીને હજી દવા લીધા વગર સુગર કંટ્રોલમાં જ છે.

સીસીટીવી કેમેરા વગર કઈ ટીટોડીના ઈંડા ચોરાઈ ગયા છે ?

આજકાલના માણસને દુખી કરવો બહુ સહેલો છે.

માણસ પૈસા ખર્ચીને દુ:ખી થવાની ચીજો ખરીદી લાવે છે.

નેટ બંધ કરો તો દુ:ખી,
લાઈટ જાય તો દુ:ખી,
ગાડીના પૈડામાંથી હવા કાઢી નાખો તો દુ:ખી,
મોબાઈલનું ચાર્જર બગડે દુ:ખી,
ટીવીનો કેબલ કપાઈ તો દુ:ખી,
મચ્છર મારવાની દવા ન મળે તો દુખી,
બહેનોને યોગ્ય મેકઅપ ના મળે તો દુ:ખી,
કપડાંની જોડીનું મેચીંગ ના મળે તો દુ:ખી.

આ વર્તમાનમાં માણસને દસ મીનીટમાં વીસ પ્રકારે દુખી કરી શકાય.

જયારે ગોળ સાથે બે રોટલા દબાવી પીલુડીને છાંયે પાણાનું ઓશીકું કરી સુઈ જાય ત્યારે તેને દુખી કરવો હોય તો ખુદ ચૌદ ભુવનના માલીકને આવવું પડે.

જેમ સગવડતા વધે એમ દુખી થવાની તકોમાં ઉમેરો થતો રહે છે.

જો તમને આ વાત સારી અને સાચી લાગે તો તમે પણ "એક વાર વિચારજો".

મેસેજ મારો બનાવેલો નથી મને પણ બીજા એ મોકલેલ છે મને સાચો અને સારો લાગ્યો એટલે મે તમને મોકલ્યો

આભાર.....

Gujarati Story by Kamalesh Soneji : 111053243
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now