તમે જેને ચાહતા હોય ને એ જો તમારી પાસે- તમારી આંખો સામે ન હોય, તો જીંદગી સતત તમારી આદતો બદલતી રહે છે , એની યાદો ના સહારે ! તમને એની દરેક વાતો ગમે છે. તમે એ બધુ જ કરશો જે એને ગમતું હતું, ભલે એ વ્યક્તિ તમને અત્યારે જોતી નથી , તોય ! ને એ જ નહીં કરો જે એને નહોતું ગમતું.. કારણ..?! આવું કરવાનું આપણે ગમે છે. કેમ કે આવું કરવા થકી જ, એ વ્યક્તિ આંખ સામે ન હોય તો પણ એ હંમેશા આપણાં માં જીવતી રહે છે..!