આવો હૈયે આવી વસો,મારા રૂદયાના રાજા,
કેટલી આંખો ભીંજવી જશો,મારા રૂદયાના રાજા.
પ્રેમ નો પ્યાલો ભરી,બેઠી મીનારે ચઢી,
પાંપણ લબકે ને જબકે મારી આંખે ઘડી.
ક્યાં સુધી સમણાંમાં રે'શો?મારા રૂદયાના રાજા.
જોબન કુવારું ના માને,ઘડીએ ધરપ ના રાખે,
ધડકન ધડકે ધડક મારા ઉરમાં આગ લાગે.
ટાઢપ કેદી આવી દેશો?મારા રૂદયા ના રાજા.
નામ તારું હોઠે મારા આવે સાહેલિયું મેણા મારે,
જુગતો જાગી જાગી કાઢૂ નેણે નીંદર ના આવે.
મેણા ક્યારે ભાંગી લેશો?મારા રૂદયા ના રાજા.
જટ હવે આવો ને વરરાજા,દિલમાં ઓરતા છે જાજા,
મહેંદી હાથે મેલી જે પીઠિયું ચોળી અંગે કોરિજા.
કેદી આવી ફેરા ફરશો?મારા રૂદયા ના રાજા.
આવો હૈયે આવી વશો,મારા રૂદયા ના રાજા,
કેટલી આંખો ભીંજવી જશો,મારા રૂદયાના રાજા.
દિનેશ,પરમાર"પ્રતીક"