જિંદગી મને પ્રભુ તારું ગીત લાગે.
એમાં જ મને મારી બસ જીત લાગે.
વનવનનાં પક્ષીઓ તને સાદ કરતાં,
એમાં જ એની જીવવાની રીત લાગે.
ખળખળ વહેતાં ઝરણાં રટે નામ તારું,
એના વહેણમાં મને તારું સંગીત લાગે.
ઊભાં આ તરુવર હરિયાળી પાથરીને,
વર્ષાને બોલાવે એમાં તારી પ્રીત લાગે.
અનાયાસે થઈ જાય સ્મરણ તારું કદી,
રખેને મુજઉરે તવનામ અંકિત લાગે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '