પરીણામ જોઇ પુત્ર તણું સ્કુલ મહી,
ભય જનક ખળભળાટ થયો અંતર મહી.
છે ડર કે પિતા કેરા રસ્તે ચાલશે જો આ પુત્ર કહી,
તો સ્વપ્ન એના જ તુટશે એના અંતર મહી.
નથી ખબર કે એને આ સમય જાશે વહી,
પછી કોઈ કામનો આવશે સમય નહીં.
પિતા કેરુ કમાયેલ ધન લાંબો સમય રહેશે નહીં,
હે ઇશ્વર આ સમજણ જગાડજે એના અંતર મહી.
બાકી તો બધા જ પોતાના કર્મફળ ભોગવવા આવતા હોય છે આ જગ મહી,
છે નક્કી કે એ પણ પોતાનું નસીબ લઇ ને આવ્યો હશે આ જગ મહી.