કીનારાની સમજણ નથી ને, મઝધાર કેમ માપવી,
શબ્દોની સમજણ નથી ને, વારતા કેમ માપવી...
જીંદગી તો વહેતી જાય છે પાણીની જેમ,
અલખની સમજણ નથી ને, ભક્તિ કેમ માપવી...
ઉતારી લેવા છે ભીંતેથી આયના અણગમતા,
પડછાયાની સમજણ નથી ને, જાતને કેમ માપવી...
આભે લાલાશ પકડી છે તો સંધ્યા જરૂર થવાની,
ગોધુલીની સમજણ નથી ને, મધરાતને કેમ માપવી,
બહુ સાચવીને ચાલવુ પડે છે, મધુવનની કેડીઓ પર,
ફૂલની સમજણ નથી ને, સુગંધને કેમ માપવી...
ક્ષીતીજે પહોચવાનો નીત પ્રયત્ન રહ્યો છે,
પગલાની સમજણ નથી ને, લંબાઈ કેમ માપવી...
...પુનીત સરખેડી