ઘૂંઘટ
એક અલબેલું, અનોખું ,
રૂપ ઘૂંઘટ માં હતું .
ઘૂઘવતું એકમસ્ત યૌવન,
ચૂપ ઘૂંઘટ માં હતું .
ચોરી ગયું એ ચિત્ત ને ,
જે મૌન ઘૂંઘટ માં હતું .
મોહી ગયું મન, કોણ જાણે ,
કોણ ઘૂંઘટમાં હતું ?
શબ્દો નથી,હું શું કહું,
એવું શું ઘૂંઘટ માં હતું?
સમેટાયું વિશ્વ આખું ,
બસ એ ઘૂંઘટ માં હતુ .