જે વ્યક્તિને તમે પ્રેમ કરતા હોય એમને સમય સમયે કહેતાં રહો. કારણ કે ઘણી વસ્તુઓ જાણતા હોવા છતાં વારંવાર સાંભળવી ગમતી જ હોય છે. એમને પાકીટ કે પાસવર્ડ માં નહીં રાખો તો ચાલશે, પણ એમનાં માટેની લાગણીઓ ને શબ્દો આપો, એને જીભના ટેરવે થી બહાર આવવા દો. કોઈ વ્યક્તિ એવી હોય છે કે જેના મોઢે આપણું નામ કે, એનુ આપેલું હુલામણું નામ વારંવાર સાંભળવું ગમતું જ હોય છે.
ઘણીવાર કોઈ એક શબ્દ કે કોઈ એક વાક્ય થી જ મોટાં માં મોટી લડાઈ ખતમ થઈ જતી હોય છે. I LOVE YOU અને I AM SORRY... ખૂબ અસરકારક વાક્યો છે, એનો ઉપયોગ કરતાં ખચકાશો નહીં. અને, કોઈ આ કહે ત્યારે એને POSITIVE RESPONSE જ આપજો. EGO નીચે લાગણીઓ દબાઈ ન જાય એનું ધ્યાન રાખજો.....