ચાહુ છુ ખુદાને મળવાને...
કોઇકે કહ્યુ,
મંદિર-મસ્જિદના દરવાજે હશે,
વળી કોઇક કહે,
મૃત્યુ ના બારણે મળશે્....
હુ શોધતો રહ્યો એને
સતત-અવિરત જીવંતપયૅત્
પછી સમજાયુ,
જીવન જ એનો પયૉય છે..
છે અહેસાસ એના હોવાનો,
પણ આ સ્વાર્થી જીવ ને
એના અસ્તિત્વનુ પ્રમાણ જોઈએ છે..
મળે તો પૂછવા છે કેટલાય સવાલો મારે એને,
મોડેથી ખબર પડી,
મારા સવાલોના જવાબ મારે જ આપવાના છે એને...