#everyonehasastory
જેવો કાર્તિક શૂટિંગ પુરી કરી સ્ટુડિયો માંથી બાહર આવ્યો...એનાં ચાહકો થી રસ્તો ભરેલો હતો..છોકરીઓ એનાં નામ ની બૂમો પાડતી પાડતી એનાં પાસે દોડી આવી...કાર્તિક નાં બોડીગાર્ડએ કાર્તિક પાસે વધું લોકો ભેગા ન થવા દીધાં..એક સુંદર યુવતી તેમ છતા બોડીગાર્ડ ને વિનંતિ કરી કાર્તિક પાસે પોહચવાં માં સફળ રહીં... એને કાર્તિક પાસે જઇ પોતાનો હાથ લાંબો કરી ઓટોગ્રાફ માંગ્યો...કાર્તિકએ વિનમ્ર સ્મિત સાથે યુવતી નાં હાથ પર પોતાનો ઓટોગ્રાફ આપી આગળ વધ્યો...યુવતી તો ખુશી માં પાગલ થઈ ગઇ હોઇ એમ કુડવા લાગી.. કાર્તિકએ અડકેલો એનો હાથ એ સાચવતા સાચવતા ભીડ માં થી બહાર નીકળી..એનાં ચેહરા પર એવી ખુશી હતી જાને એને આંખી દુનિયા મળી ગઇ હોઇ..કાર્તિક ભીડ માં થી નીકળી પોતાની ગાડી માં પાછળ ની સીટ પર બેસ્યો..અને ડ્રાઈવર ને ગાડી ચલાવા નૉ હુકૂમ કર્યો..ગાડી ભીડ માં થી બાહર નીકળી..કાર્તિક નાં ચેહરા પર સન્નાટો વિખરાઈ ગયો. એને ગાડી નાં આગળ ની સીટ પાસે ના અરીસા માં પોતાની આંખો જોઇ..એનાં મન માં વિચારો નું વંટોળ ફરી વળ્યું..આં આંખો પર મરનારી હજાર યુવતીઓ..જે ચમક આ આંખો માં દુનિયાને દેખાઈ છે.. એ આંખો તો સાવ ખાલી છે.. સાવ ફિક્કી...જે કાર્તિક ને આંખી દુનિયા ચાહે છે.. એ જ કાર્તિક પ્રેમ માટે તરસે છે.. જે કાર્તિક ના સપના જોઇ યુવતીઓ રાત્રે મીઠી નીંદર સુવે છે.. એ જ કાર્તિક ને ઊંઘવા માટે સ્લીપીન્ગ પીલ્સ લેવી પડે છે..જે કાર્તિક ની એક ઝલક જોઇ હજારો છોકરીઓ નાં મન ને ઠંડક વળે છે..એજ કાર્તિક નું મન ક્યાંય પણ શાંતિ મેળવી નથી શકતું...કેહવા માટે છે એ ચમકતો તારો.. પણ એજ તારા ના ભીતર વ્યાપેલૂ અંધારું ખાલી પોતે જ જોઇ શકે છે.. હજારો ચાહકો હોવા છતાં પણ સાવ એકલો હતો કાર્તિક..એને પોતાની ડાયરી કાઢી લખવાનું શુરૂ કર્યું..
"હૃદય બની ધડકુ છું હજારો ના શરીર માં.. છતાય છું હૂઁ ધડકન થી વંચિત...
કહે છે લોકો મને હૂઁ છું એમની જીંદગી..અને હૂઁ પોતે?હૂઁ પોતે છું જીવન થી વંચિત"