તું નહોતો ત્યારે હું એક હતી, અનેક પાનાઓથી ભરેલી મુખપૃષ્ઠ અને ટાઈટલ વિનાની એક કિતાબ.....
જેને કોઈ એ વાંચવાની તસ્દી લીધી નહોતી, તું આવ્યો તારા નામ સાથે મારું ટાઈટલ બન્યું, ને તારી લાગણીઓથી મારુ મુખપૃષ્ઠ બન્યું.....
તારી સાથેની વાતો, મુલાકાતો અને ઘટનાઓના પ્રકરણ બન્યા.....
અને ઘટનાઓથી ભરપૂર હવે મને અનેક લોકો વાંચે છે અને સમજવાની કોશિશ કરે છે......
અને હવે આ "જનાબ" ના ટાઇટલવાળી કિતાબનો હવે મારામાં માત્ર અંશ જ રહી ગયો છે......???