હે પરમ પૂજ્ય સાધુ - સંતો - તમે આ વર્ષે નવા સાંસ્કૃતિક, ધાર્મિક કે મંદિરો બનાવવામાં પૈસાનો ખોટો વ્યર્થ ના કરો પણ જે પૈસાને લીધે,ખેતરના પાકને લીધે અથવા કોઈ પાસેથી ઉછીના લીધેલ પૈસાના દેવાને લીધે કોઈ તમારો ગરીબ,ખેડૂત કે ધંધાર્થિ ભક્તો આત્મહત્યા કરે છે તેને તમે બચાવો,મંદિરના પૈસાથી તમે તેને મોતના મુખ માંથી બચાવો.તમે આ વખતે આવા કોઈ આત્મહત્યા કરતા વ્યક્તિને બચાવશો તો પણ તમારા ગુરુજી, તમારા ઇષ્ટદેવ રાજી થશે અને તમારું સાધુ જીવન સફળ થશે.અને બીજું તમારો સાંસ્કૃતિક,ધાર્મિક કાર્ય તો તમે બીજા વર્ષે પણ કરી શકશો પણ જે વ્યક્તિએ આત્મહત્યા કરી છે તે ક્યારે ફરી આવે તેનું કાઈ નથી."
હે મિત્ર જો મુશ્કેલીના સમયે તને તારો પાડોશી કે દોસ્ત કામમાં ના આવે,મદદરૂપ ના થાય તો તું તેની સાથે બધા સંબંધ તોડી નાખે છે તો પછી તું જેને ભગવાન તુલ્ય માને છે તેવા તારા ગુરુજી પણ તારા કામમાં ના આવતા હોય,તને ત્યારે મદદરૂપ ના થતા હોય તો તેની તન,મન અને ધનથી ભક્તિ કરવાનો શો અર્થ ?
Be Happy Yaar