Quotes by Jignesh Ribadiya in Bitesapp read free

Jignesh Ribadiya

Jignesh Ribadiya

@ribadiyajignesh2001g
(327)

" પાણી જેમ વહેતું હોય ત્યારે સ્વચ્છ અને નિર્મળ હોય છે અને સ્થિર રહે તો પીવાલાયક રહેતું નથી અને દુર્ગધ મારવા લાગે છે તેમ રાજકારણી લોકોને પણ પાંચ પાંચ વર્ષે બદલતા રહેવું જોઈએ નહિતર તેવો પણ પાણીને જેમ સ્થિર થઈ ગયા પછી ના દેશને કામમાં આવે છે કે ના તો દેશની જનતાને કામ આવે છે અને તેવો પણ પડયા પડયા કામચોર અને દુર્ગધ મારવા લાગે છે "

Be happy yaar

Read More

" કોઈપણ શ્રીમંત કે ધનવાન ધર્મ સંપ્રદાય કે તેના પંથોના શ્રીમંત મંદિરો સંતો કે ભક્તો જો ધરતી પર રહેલા પોતાના ગરીબ માઇભક્તોની ગરીબી દૂર ના કરે અથવા તો તેની સમસ્યા કે મુશ્કેલી દૂર ના કરી શકતા હોય અથવા તો તેના દુઃખ દર્દમાં સહભાગી ના થતા હોય તો તેના સ્વર્ગમાં રહેલા ભગવાન કઈ રીતે ગરીબ ભક્તોની ગરીબી કે તેની સમસ્યા દૂર કરી શકે ?

Be Happy Yaar

Read More

" જ્યારે કોઈ ધાર્મિક કે કટ્ટર ધાર્મિક વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે તેના કોઈ ગુરુ,ધર્મગુરુ અથવા કોઈ નામચીન સંત તે ગેરેન્ટી આપી શકે કે પછી ફાઇનલ એમ કહી શકે તે મૃત્યુ પામનાર તેના ધાર્મિક ભક્તને સ્વર્ગ મળશે , મોક્ષ મળશે કે પછી નર્ક મળશે.કારણ કે તે ભક્તે ભગવાનને બત્રીસ ભાતનો દરેક તહેવારે ભોગ ધર્યો છે,નવા નવા મંદિરો બનાવવા માટે તેણે કરોડોનું દાન આપ્યું છે,સાધુ સંતોને સારી સારી ફોર વહીલ ગાડી આપી છે.પોતાના માં બાપની સેવા કરવાને બદલે તેણે ભગવાનની અને પોતાના ધર્મગુરુ વધી કરી છે.જો તેવો આવું કઇ ના કરી શકતા હોય તો તેવોની આંધળી ભક્તિ કરવાનું કારણ શું "

Be Happy Yaar

Read More

" આ આપણી કમનસીબી કે કમજોરી કહેવાય કે આપણે જન્મથી યુવાન થાય ત્યાં સુધી આપણી જ્ઞાતિ કઇ,આપણા સગા વહાલા કોણ, આપણો ધર્મ, ગુરુ કે ઇષ્ટદેવ ક્યાં તે ખબર હોય છે પણ આપણે જે દેશમાં રહીએ છીએ તેનું બંધારણ શુ હોય,આપણે નાગરિક તરીકે ક્યાં ક્યાં હકો અને અધિકાર મળ્યા છે તેની પણ પુરી ખબર હોતી નથી,અઠવા પા ભાગની પણ માહિતી હોતી નથી "

Be Happy Yaar

Read More

" જે લોકો ગાયો માટે,મંદિરો માટે,પિતૃઓના મોક્ષ માટે કથાઓ,ભજનના પ્રોગ્રામો અને ડાયરા ઓ રાખે તેવા લોકો ક્યારેક ગરીબ બાળકોના અભ્યાસ માટે,તેના તૂટેલા કપડાઓ માટે,તેના ભોજન માટે અને તેની ઝૂંપડી માટે રાખે તો વધારે પ્રશંસનીય અને સારું લાગે "

Be Happy Yaar

Read More

"જ્યારે ગણિકા યુવાન હોય ત્યારે તેને ઘણા બધા ગ્રાહક અને પૈસા મળી જતા હોય છે પણ જ્યારે તે વૃદ્ધ અને કદરૂપી હોય ત્યારે તેને કોઈ ગ્રાહક અને પૈસા નથી મળતા તેમ ચુંટણી સમયે દરેક નેતાઓ પ્રજાને પગે લાગતા હોય છે,ગરીબ લોકોની ગરીબી દૂર થઈ જશે તેવા વાયદા આપતા હોય છે ,દરેક બાબતની ત્યારે મદદ કરતા હોય છે પણ જ્યારે તેવો વિજયી બની જાય ત્યારે તે કોણ પ્રજા,કોની મદદથી હું જીત્યો, કોણે વધારે મદદ ,કોની સામે અને કેવા પ્રકારના વાયદા કર્યા હતા તે બધું જ ભૂલી જતા હોય છે.
ગ્રાહક માટે વૃદ્ધ અને કદરૂપી થયેલી ગણિકાની અને ચૂંટણીમાં વિજેતા થયેલ નેતા માટે પ્રજાની કોઈ કિંમત રહેતી નથી "

BE HAPPY YAAR

Read More

" જેમ થિએટર વાળા ફિલ્મ જોવા બોલાવતા નથી પણ આપણે બધા સામેથી પૈસા ખર્ચીને જઈએ છીએ અને પછી ફિલ્મ બોગસ છે તેવી વાતો કરીએ છીએ તો તેનો કોઈ અર્થ નથી તેવી રીતે તમે જે રાજકારણીઓને ચૂંટણીમાં તમારો વોટ આપીને વિજય બનાવો છો અને તે તમારા કામમાં કે મદદમાં આવતા નથી અને તમે તેને જેમ ફાવે તેમ બોગસ કહો તેનો કોઈ અર્થ નથી કારણ કે આપણે જ તેને વોટ આપીને વિજયી બનાવ્યા હોય અને બીજું આંધળો વિશ્વાસ હંમેશા નુકસાનકારક જ હોય છે "

Be Happy Yaar

Read More

" જેમ મદારી મોરલી વગાડીને ગમે તેવા ઝેરી સાપને પણ નચાવે છે, ડોલાવે છે તેમ ચૂંટણીના સમયે નેતાઓ પોતાનાથી નારાજ થયેલ પ્રજાને પણ ખોટે ખોટા સારા વાયદાઓના દિવાસ્વપ્ન બતાવીને નચાવતા હોય છે,ડોલાવતા હોય છે"

BE HAPPY YAAR

Read More

" ચૂંટણી ના સમયે રાજકારણીઓ કુતરાઓ ની જેમ એક જગ્યાએથી રોટી ના મળે એટલે બીજી જગ્યાએ જાય તેમ તેવો પોતાના પક્ષ માંથી ટીકીટ ના મળે એટલે ટિકિટની લાલચે વિરોધી પક્ષના ખોળા માં બેસી જતા હોય છે "

BE HAPPY YAAR

Read More