આજે સ્મિતાને પ્રતિષ્ઠિત સમારંભમાં વ્યાખ્યાન માટે બોલાવવામાં આવેલાં.
એણે આજે એની ફેવરિટ સાડી અને બેકલેસ બ્લાઉસ પહેરેલું હતું. સમારંભના પ્રવેશદ્વાર પર આયોજકોએ સ્મિતાને આવકારીને સ્ટેજ તરફ આવવા કહ્યું અને અચાનક
એને લાગ્યું કે કોકે એની પીઠને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો. એણે પાછળ વળીને જોયું પણ ઘણા લોકો એની આગળ અને પાછળ ચાલી રહ્યાં હતાં, એટલે આ કૃત્ય કોનું છે એ જાણવું અશક્ય લાગ્યું.
સ્ટેજ પર જતાંની સાથે જ એણે વ્યાખ્યાન ની શરૂઆતમાં જ કહ્યું.." મને ચામડીનો અસાધ્ય રોગ થયો છે, કોક મહાનુભાવે મને ખુબજ પ્રેમથી સ્પર્શ કર્યો પણ હું કાંઈ કહું એ પહેલાં એ વ્યક્તિ અદૃશ્ય થઈ ગયા છે. બસ મારે એમને એટલુંજ કહેવું છે કે જો એમને મારા રોગનાં ચેપથી બચવું હશે તો મહેરબાની કરીને મારી પાસેથી દવા લઇ લે."