શું લઈશ હજી...
ખબર નથી મારી કિંમત ની
તોય લાવ પૂછી જોઉં
બોલ શું લઈશ હજી...
શ્વાસ આપ્યા દ્રશ્ય મળ્યું
તોય પૂછી જોઉં ...
બોલ શું લઈશ હજી...
દુનિયા ની ગુલામ બની
તોય પૂછી જોઉં
બોલ શું લઈશ હજી...
બળી બળી ને કાળી છું
કે તો રહું રંગ મનગમતો
તોય પૂછી જોઉં
બોલ શું લઈશ હજી...
જીવતર ના ભાર માં તને ભરી
ચાલી નીકળી ક્યાંક...
રસ્તો નથી મળતો બસ..
નકશો બનવા મારો
બોલ શું લઈશ હજી...
- ભુમિ પંડ્યા