મેં સાંભળી છે બીજાની વાતો...
કોઈ ચોક્કસ સ્વાર્થ ભરી,
અને સાંભળી છે એની પણ વાતો...
ખાલી સ્નેહભરી...!!!
શું એ જ કારણ હશે કે...
હું, આમ ઢળી એના તરફ...!?
મેં જોઈ છે બીજાની નજર...
કોઈ ચોક્કસ ભાવ વાળી,
અને જોઈ છે એની પણ નજર...
માનસન્માન ભરી...!!!
શું એજ કારણ હશે કે...
હું, આમ ઢળી એના તરફ...!?
મેં સહ્યો છે બીજા નો સ્પર્શ...
કોઈ ચોક્કસ માંગણી વાળો,
અને અનુભવ્યો છે એનો પણ સ્પર્શ...
લાગણી અને હુંફ વાળો...!!!
શું એજ કારણ હશે કે...
હું, આમ ઢળી એના તરફ...!?