* " આધુનિક મા - બાપ " *
કવિતા.....
આધુનિક યુગના મા - બાપ રે,
ઘરે ઘરે કહાની થાય રે.
મમ્મી પપ્પા સિનેમા જોવા જાય રે,
બાબો બેબી રાખી ઘેર જાય રે .
સાસુ સસરા છાના રાખે રડે જયારે બાળ રે,
ઘેર ઘેર આ સિનેમા ભજવાય રે.
સેરેલેક ખવડાવતા, રમાડતાં રાજી નવ થાય રે ,
સાસુ સસરા કંટાળી જાય રે.
સિનેમા જોવા ગયેલા જોઈ હરખાઈ રે,
ઘરમાં બાળકો રોઈ રોઈ અધાઁ થાય રે.
" ભાવના " જુવો આ સિનેમા ની લાઈ રે,
ગામે ગામ અને ઘર ઘર મા રામાયણ થાય રે............