Gujarati Quote in Microfiction by Parvez Rathod

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિવનની કઠણાઈ તો ત્યારે સર્જાય કે જયારે દિકરો નાનો હોઇ, પતિનુ અવસાન થતા મા વિધવા બની હોઇ...આવુ જ થયુ તુ "લીલી" સાથે, પતિનુ અવસાન તો થયુ જ તુ પણ પતિ વારસાઈ મા દેણુ મુકિને ગયોતો, સમાજમા વિધવા સ્ત્રીનો સંઘર્ષ બેવડાય જતો હોઈ , કારમી ગરીબી અને ઉપરથી નાના દિકરાની જવાબદારી, બચારી સ્ત્રી બાપડી શુ કરે, ભરણ પોસણ માટે એક પબ (દારૂનુ પીઠુ) મા નાચવાની નોકરી મળી, પણ.આ સ્ત્રીને દારુની લત હતી તો કમાણી બધી દારુમા હોમાઈ જતી, બાળક દિવસે તો રજળી ખાય પરંતુ રાત્રે ભુખના કારણે વલખા મારે, માતા રસ્તે નિકળતા લોકોની એક્ટીંગ કરીને દિકરાને ખુબ હસાવતી, દિકરો હસી હસીને થાકિ જતો આસુ ગાલ પર સુકાઈ જતા અને એ પછી ભુખ્યો જ સુઈ જતો. આવિ પરિસ્થિતી, એવામા એક દિવસ પબમા આ બાઈને ભુખના કારણે ચક્કર આવતા પડી ગઇ, પ્રેક્ષકો એ જુતા ફેંક્યા, અને આ બાઈનો દિકરો મંચ પર ચડ્યો, લોકોએ ચીચીયારીઓ કરી, ફિટકાર વર્ષાવ્યો, પરંતુ આ છોકરાએ એની મા જે રીતે પડી એની આબેહુબ નકલ કરીને લોકોને હસાવ્યા, થોડીવારમા મેનેજર સ્ટેજ પર આ બાળકને રોકવા આવ્યા તો છોકરાએ એની પણ મિમીક્રી કરી અને પ્રેક્ષકોને રોમાંચિત કરી દિધા, જે લોકો ટામેટા ફેકતા હતા એમણે જ સિક્કાઓનો વરસાદ વરસાવ્યો, અને જગત્ ને એક મહાન કલાકારની ભેટ મળી એ છોકરો પોતાના દુઃખો ભુલીને બધાને ખુબ હસાવતો અને કહેતો કે I want to get wet in to the rain so that people can not see my tears, કારણ કે અએની માતા મંચ પર મુર્છિત થઈ ત્યારે એટલુ જ બોલી તી કે A SHOW MUST GO ON, અને આ છોકરાએ આ વાત જિવન ભર નિભાવી, એ સ્ત્રી એટલે લી લી હાર્લી, અને પેલો ઝાબાંજ છોકરો એટલે ચાર્લી ચેપલીન.......ચાર્લી ને ચાર્લી ચેપલીન બનાવનાર એ બિજુ કોઈ નહી પણ માતા લી લી હાર્લી હતી....વર્ષો પછી ચાર્લી એવુ બોલ્યાતા કે મા જ્યારે અશક્તિમા પડી ગઇ ત્યારે જે નિઃશાસો નાખ્યો એને હુ આજ મારી કરોડો ડોલરની સંપતીથી પણ ભરી શકુ તેમ નથી કારણ કે એ મારી માનો સ્ટેજ પર છેલ્લો દિવસ હતો અને ચાર્લી નો એ સ્ટેજ પર પહેલો દિવસ હતો, એમની અદાકારીની દુનિયાનુ એ પહેલુ પગથયુ હતુ....

Gujarati Microfiction by Parvez Rathod : 111046490
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now