વિદાય .....
માતા ના કૂખમાંથી જન્મ લેનાર બાળક ની નવી દુનિયા તરફ ની હોય ,
બાળપણ માં મિત્રો સાથેની મસ્તી પછી પાછા પોતાના ઘર તરફની હોય ,
પ્રેમી પ્રેમિકા ના મિલન પછી વિરહ ની હોય ,
એક દીકરી ની પોતના ઘર થી પોતના નવા ઘર તરફની હોય ,
જીવન ની આંટીઘૂંટીઓ માં સ્વમાન માંથી માન ની હોય ,
ઘડપણ માં પોતના ઘરથી વ્રુધ્ધાશ્રમ તરફ ની હોય , કે
કોઈ પ્રિયજન ની જીવન માથી સ્મશાન તરફ ની હોય ,
હંમેશા વસમી જ હોય છે......