Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તનના વામભાગે રહીને ધબકતું હૃદય મારું.
રક્તભ્રમણે ભરપૂર સહાય કરતું હૃદય મારું.

નથી હોતી ત્યાં કશી કિન્નાખોરી કે વેરઝેર,
સદાય પ્રેમપાથેયને અંતરે ભરતું હૃદય મારું.

ક્વચિત જોડાઈ હરિસંગ ભાવવિભોર થતું,
ધન્યતા જીવનની એમાં એ ગણતું હૃદય મારું.

કોમળતા એની નવનીતનેય શરમાવી જતી,
સ્નેહ,દયાને સ્ફુરણાને પ્રગટાવતું હૃદય મારું.

વિશાળતા એની વ્યોમને આંબી જતી કદી,
અંતરના અવાજને એ સાંભળતું હૃદય મારું.

ભેટ છે ભગવાનની અણમોલ, છું ૠણી હું,
હંમેશા ન્યાયના પક્ષમાં જે રહેતું હૃદય મારું.

ગણતરીની દુનિયામાં નાકામિયાબ રહેનારું,
નિર્ણયો લાગણીની બુનિયાદે લેતું હૃદય મારું.

ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111046337
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now