હસતા મોઢે થયા રાજપાટ દેશને અર્પણ,
ધન્ય છે એ સમર્પણ ને સરદારના વડપણ...
નિઝામ હોય કે જુનાગઢનો નવાબ,
સમજે એ ભાષામા અાપ્યા જેણે જવાબ...
વ્યક્તિત્વ જેનું હતું અસરદાર,
એ રુઅાબદાર હતો સરદાર....
ભારતને અખંડ રાખવા રહ્યો અડગ,
જોમ-જુસ્સો જાણે હિમ ખડક..
ધીર-ગંભીર ને સાદગી જેને ચિત્ત,
તપતો સુરજ પણ ચાંદ સમો શીત...
લોખંડી હતા સરદારના કાળજા,
કુણા પડ્યા હતા અંગ્રેજના નાળચા...
અલગ હતો અંદાજ ને વચન વજનદાર,
સો-સો સલામ તને સરદાર...