સ્નેહી હોય તે જાય ન કદી...!
પોતીકા પારકા થાય ન કદી...!
આતો લોહીનો નહિ લાગણી નો સબંધ છે...!
જે જળવાય બસ આમ જ...!!!
યાદ તારી મન થી જાય ન કદી...!
પણ તું આવે, એય થાય ન કદી...!
આતો મુલાકાતો ની કેવી માયાજાળ છે...!
જે સચવાય બસ આમ જ...!!!
સ્વીકારે તું મને એ થાય ન કદી...!
હું તને ભૂલું એય થાય ન કદી...!
આતો સ્વીકાર અસ્વીકાર ની અસમંજસ છે...!
જે રહેવાની બસ આમ જ...!!!