અંગ્રેજી ભાષામાં ચેક લખવાનો હોય તો આપણે ‘રૂપીસ ટેન થાઉસન્ડ ઓન્લી ’એમ લખીએ છીએ. દસ હજારને બદલે દસ લાખ રૂપિયાનો ચેક હોય તો પણ ‘રૂપીસ ટેન લાખ ઓન્લી’ એમ જ લખાય છે. અંગ્રેજોની સંસ્કૃતિમાં ક્યાંય સંતોષ નામની ચીજ નથી. દસ લાખને બદલે દસ કરોડ રૂપિયા હોય તો પણ ‘ઓન્લી’ જ લખાય છે. આ જ ચેક જો ગુજરાતી ભાષામાં લખાય તો? ‘રૂપિયા દસ હજાર પૂરા’ એમ લખાશે. પૂરાનો અર્થ સંતોષ એવો થાય છે. શિક્ષણની પણ આવી જ અસર થાય છે. અંગ્રેજી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી કાયમ અસંતોષથી ખદબદતો હોય છે, જ્યારે ગુજરાતી માધ્યમમાં ભણનાર વિદ્યાર્થી સંતોષી હોય છે અને માટે જ સુખી હોય છે.!!!!
???????