દીકરી એ તમારા ઘરના આંગણા નો તુલસી નો કાયરો હતી .
અમે એ તુલસી ના છોડ ને પ્રેમ,લાગણી ,હૂંફ આપી ને ઉછેર કરીસુ.
એ તમારા ઘરનો દીવો હતી
એ દીવા મા અમે પ્રેમ નુ દીવેલ પુરી એના સપનાઓ ની જ્યોત અખંડ પ્રગટાવી રાખીસુ.
એ તમારા ઘર ની નાઝ હતી ,પાયલ નો ઝણકાર હતી.
એના શોખ ,પસંદ –નાપસંદ ,માન –સન્માન નો ઝણકાર
આ ઘર મા કાયમ ગુંજાવી રાખીસુ .
બીજુ તો શુ કહીયે તમને ? અમે તેમને “પુત્રવધુ “ તરીકે અમારા ધર આગમન કરાવીએ છીએ.
અટેલે એ આમારા પુત્ર કરતા પણ વિશેષ રાખીસુ .
કરિયાવર મા લાવેલ સંસ્કાર ,રીતિ –રીવાજ થી આ ઘર ને સણગારે
એની સુગંધ કાયમ આ ઘર મા મેહ્ક્તી રાખે .
એવી આશા સાથે લી – સાસુ ,સસરા