Gujarati Quote in Blog by Simran Jatin Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

# ડર....

ન સમજો તમે એમ કે,
મને કામનું ભારણ છે....

ન સમજો તમે એમ કે,
મને લાગણીઓનું ભારણ છે....

ન સમજાવી શકું એવી એક વાત છે....

મન ઢળે ત્યાં પળમાં જ ઢળી જાવ છું હું....
મન અચકાય ત્યાં અબઘડીએ જ દૂર ચાલી જાઉં છું....

ક્યાંક કોઈ હસીને બોલાવે છે તો....
ક્યાંક કોઈ રડમસ થઈ ને....

હું મનમોજી માણસ....
સદાય હસતી ને હસાવતી રહેનાર હું....

ક્યાંક કોઈ તાણી જાય લાગણીઓના પ્રવાહમાં....
તો કોઈ ખેંચી જાય મોજમસ્તીની ખાઈમાં....

હું સીધીસાદી માણસ....
સદાય સરળ ને શુદ્ધ બોલનાર ને સમજનાર....

ક્યાંક કોઈ મીઠું મીઠું જલેબી જેવું બોલે....
તો ક્યાંક કોઈ મરચાં ને કારેલા ઔકે....

હું મિતભાષી ને મનમાં આવે એ બોલનાર માણસ....

ક્યાંક કોઈ આડુંઅવળું બોલી જાય છે તો....
તો ક્યાંક કોઈ માણસાઈ ભૂલી જાય છે....

હું અતિ સંવેદનશીલ માણસ....

ક્યાંક કોઈ પ્રેમભરી લાગણીઓ હારે રમત રમી જાય છે તો....
ક્યાંક કોઈ દિલની અમીરી નો જરૂરત મુજબ ઉપયોગ કરી જાય છે....

હું રહી એક સામાજિક પ્રાણી ભલે....
હોય મારા માંય તે થોડા અંશે ગુણદોષ....

ક્યાંક કોઈ પ્રાણી ને શરમાવી જાય એવું કૃત્ય કરી જાય છે તો....
ક્યાંક કોઈ માણસ ના નકાબ માં હેવાન બની આવી જાય છે....

હું બધા માણસો ની જેમ જ....
એક સામાન્ય સ્ત્રી જ છું....


શું બધા સાથે વાતો કરવી....
હસી મજાક કરવી....
નિઃસ્વાર્થ લાગણી વ્હાવવી....
મન કહે એ કરવું....
આમ બે ઘડી મન હળવું કરવું....
શું એ કોઈ ગુનો છે....??
શું એ કોઈ પાપ છે....??

" રોકી રાખી છે ખુદને મેં બળજબરીપૂર્વક....
પોતીકાઓની જ સમીપે જતા....
નાસમજ છું હું....
મુખ ના ને મનના ભાવ પારખવામાં...."


# સાંઈ સુમિરન....

Gujarati Blog by Simran Jatin Patel : 111044734
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now