#everyonehasastory
હૂઁ..?હૂઁ લક્ષ્મી.. મારે પણ બચપણ થી ઇચ્છા હતી..કે હૂઁ પણ tv માં જે આવે છે ને શું નામ એનું..?હાં દીપિકા..એનાં જેવી દેખાવ.એવૂ સપનું હતુ મારુ..હૂઁ કોઇક વાર માઁ સાથે જતી ત્યાં જયાં માઁ કામ કરે છે.. કચરા પોતા અને વાસણ ધોવા નું...શેઠાણી લાગતાં બહુ સુંદર..પણ માઁ પાસે બહુ કામ કરાવતા...એમની પણ મારા જેવી જ દિકરી હતી...પણ શેઠાણીએ કડક ઠપકો આપી એને મારા સાથે રમવા ની કે બોલવાની નાં પાડી હતી...મેં એનું કારણ માઁ ને પૂછેલું..પણ માઁ એ જવાબ માં ખાલી પોતાની ભીની આંખો દેખાડી હતી.જેમ જેમ મોટી થઈ હૂઁ એમ એમ સમજાયું કે એ લોકો બધા મોટાં કેહવાઈ..અને આપણે એમનાં ત્યાં કામ કરીએ એટ્લે આપણે નાનાં. અને મોટા લોકો એમનાં થી નાના લોકો જોડે બહુ વાત ન કરે..મારે પણ ઇસકુલ જવું હતું..શેઠાણી ના ઘરે મે tv માં જોયું હતુ કે નાનાં છોકરાઓ ઇસકુલ જાઇ...શેઠાણી ની દિકરી પણ જતી હતી..મેં પણ માઁ ને કહ્યુ કે મારે પણ જવું છે.. માઁ એ ત્યારે પણ ખાલી ભીની આંખો જ દેખાડી હતી..શેઠાણી ની દિકરી ના જુના કપડા શેઠાણી માઁ ને આપતાં..મારા માટે..એને પહેરું ત્યારે મને બહુ આનંદ આવે .પણ માઁ મને એ કપડા મા જોઇ થોડી હતાશ થતી લાગતી..કારણ ન પૂંછાઇ..નહી તો માઁ ફરી રડે..શેઠાણી ની દિકરી પાસે સુંદર સુંદર ઢીંગલીઓ હતી..મારે પણ જોઈતી હતી..માઁ ને કહ્યુ..તો માઁ કેહ તું મારી ઢીંગલી તો છે.. ઢીંગલી થોડી ઢીંગલી થી રમે..?હૂઁ તો એ સાંભળી ખૂબ હરખાઈ..મન માં મલકાઈ "હૂઁ પોતે ઢીંગલી..હૂઁ ન રમું ઢીંગલી થી".ખબર છે તમને રાત્રે પપ્પા રોજ મોડા આવે..માઁ પર ગુસ્સો કરે..અમુક વાર તો માઁ ને મારે પણ.. હૂઁ ડરી ને પલંગ ની નીચે છુપાઈ જતી.પછી જ્યારે પપ્પા સુઈ જાઇ તયારે માઁ મને પલંગ માં થી બહાર લઈ મને વળગી ખૂબ રડે....હવે તો હૂઁ મોટી થઈ ગઇ.પપ્પા આવે એ પેહલા જ એમની થાળી માં જમવાનું રાખી.એમની પથારી કરી. માઁ ને લઇ હૂઁ ઓટલા પર બેસી જતી.પપ્પા સુઈ જાઇ પછી હૂઁ અને માઁ ધર માં જઇયે... માઁ ની હવે ઉમર થઈ ગઇ..શેઠાણી ના ત્યાં હવે માઁ નહીં હૂં જાવ છું કપડા વાસણ..કચરા પોતા કરવા..એક વાત કહું?મારે પણ સુંદર દેખાવું છે...નવા કપડા પહેરી મારે પણ ફરવા જવું છે....હેરોઇન જેવૂ..હાં.. પણ માઁ કેહ છે કે મારે હેરોઇન જેવૂ દેખાવા ની જરૂર જ નથી.. માઁ કેહ છે હૂઁ એમનાં જીવન ની હેરોઇન પણ છું અને હીરો પણ.. અને માઁ ની ઢીંગલી તો હૂઁ પહેલે થી જ છું...એક વાત કહું?કોઈ ને કહેતાં નહીં.. બાજુ માં રહે છે ને મીનુ કાકી..એમનો દિકરો સાહિલ મને બહુ ગમે છે..કોઈ ને કહેતાં નહીં હો..ચાલો હૂં જાવ.. શેઠાણી બૂમો પાડશે જો મોડું થશે તો..રામ રામ