મારી લખેલી ગઝલને એ ક્યાં દાદ આપે છે
જીંદગી આ તું મને કેવો પ્રસાદ આપે છે
પોતે કેવા રાજ કરે છે એ રાજગાદીઓ ઉપર
અને પ્રજાને નિત-નવા, વાદ-વિવાદ આપે છે
માયાનગરીની ગિચતામાં એવો ગુંથાઈ ગયો
ખબર ના રહી કે કોયલ મને સાદ આપે છે
હજું તો સરખી આંખો પણ ખુલતી નથી
અને આ પાગલ સવાર તારી યાદ આપે છે
હંમેશા બીજાઓને રાજી રાખે છે તું 'અંદાજ'
જમાનો એટલે જ તો તને તારી ફરીયાદ આપે છે