મારે ફરી થી બાળક થાવુ છે.
મુખ પર થી પરીપકતા નો મુખોટો ઉતારી ને મારે નિખાલશ થાવુ છે.
આ ઓફીસ ની ફાઈલો તો બોવ ફીન્દી.
મારે હવે ફરી થી લેશન કરવુ છે,મિત્રો સાથે ધીંગા મસ્તી કરવી છે.
આંબલી પર ચડવુ છે ,નદી મા નાવું છે,પકડમ પટ્ટી રમવું છે .
ખુલ્લા મને હસવુ છે મારે નિખાલશ થાવુ છે
હોટલો ના ભોજન બોવ કરીયા
માં તારા હાથ નો બાજરા નો રોટલો અને ગવાર નું છાછીયુ શાક ખાઈ ને
મીઠો ઓડકાર ખાઓ છે.
બ્રાન્ડ ના ચપલ ઉતારી ને,ખુલ્લા આકાશ મા ,ખુલ્લા મેદાન મા ,ખુલ્લા પગે દોડવુ છે.
વરસાદ મા મન મૂકી ને ભીજાવું છે,કાગળ ની હોળી બનાવી છે.
વડલા ની ડાળીએ હિચકવું છે.મારી ફરી થી બાળક બનવુ છે.
આ સમાજ ના રીતિ –રીવાજો મા થી મુક્તિ લઇ ને.
મારે હળવુ ફૂલ થાવુ છે.તારા ખોળા મા માથુ રાખી ને સૂવું છે
મારે ફરી થી બાળક થાવુ છે