ક્યારેક જૉ એકાએક એવૂ થઈ જાઇ તો?
તું ચાલે દરિયા પર અને પાછળ તારા પગલાં રહી જાઇ તો?
સમય ને કહે તું ટાઈમ પ્લીઝ અને એ તારી વાત માની જાઇ તો.?
અજવાળા નેં તુ તરસે...અને અચાનક કોઈ સુરજ નો ટુકડો તારી હથેળી પર મુકી જાઇ તો?
પાંપણ પર તારા બેસે પતંગિયું..અને તારા સ્વપ્ન રંગાઈ જાઇ તો?
પકડવા જાઇ તું હવા નેં.... અને એ તારા હાથ માં જ રહીં જાઇ તો?
મિત્ર બની પડછાયો તારો... તારા સાથે જ રહી જાઇ તો?
ભર ઉનાળે મેઘધનુષ તને મળવા આવી જાઇ તો?
તારા બનાવેલા રંગ વિહીન ચિત્રો માં.. કોઈ ધીમે થી આવિ ને રંગ પુરી જાય તો?
તારા ખાલી ગજવા માં કોઈ મુઠી ભરી આનંદ મુકી જાઇ તો?
વૃદ્ધાવસ્થા માં તારી..કોઈ ખૉભૉ ભરી ને બાળપણ આપી જાઇ તો?
~ANV~