...#..."વિચિત્ર પોસ્ટ નો સામાન્ય પ્રશ્ન "...#...
એક મોટું જંગલ હતું. એ જંગલની સમીપ એક ગામ હતું. એ ગામમાં બે પાક્કા મિત્રો રહેતા હતાં. સાથે રમે,જમે,હરે-ફરે, જ્યાં જાય ત્યાં ભેગા ને ભેગા. પાક્કા લંગોટીયા યાર હો ભાઇ.
એક દિવસની વાત છે. બંન્ને ફરતાં ફરતાં જંગલમાં દૂર સુધી પહોંચી ગયા. ત્યાં અચાનક કોઇ જાનવર નો અવાજ સંભળાયો. ઝાડ પાછડથી જોયું તો રીંછ આવતું હતું. બંન્ને ગભરાઈ ગયા. આ મુશ્કિલ પરિસ્થિતિમાં શું કરવું? કંઇ સમજાય નહીં,એમાં એક મિત્ર વાંદરાની જેમ દોડીને મોટા ઝાડ પર ચઢી ગયો. બીજા મિત્રએ ઉપર રહેલા મિત્રને હાથ લાંબો કરી ઉપર ખેંચવા કહ્યું. તો ઝાડ પર રહેલા મિત્રે ચોખ્ખી ના પાડી દીધી. અને પોતાનો જીવ બચાવવા એકદમ ટોચની ડાળી પર ચઢી ગયો. અહિયાં નીચે ઉભેલા મિત્રે યુક્તિ વાપરી. એ શ્વાસ રોકીને જમીન પર સૂઇ ગયો. રીંછ સમીપ આવ્યું અને એ મિત્રને સૂઘવા લાગ્યું. ત્યાર બાદ એને મૃત સમજીને આગળ વધી ગયું. આ બધું ઉપર રહેલા મિત્રે જોયું.
રીંછ ના જતાં જ એ નીચે આવીને મિત્રને પૂછવા લાગ્યો," હે મિત્ર, તને રીંછે કાનમાં શું કહ્યું?"
નીચે રહેલા મિત્રે જવાબ આપ્યો," રીંછે એમ કહ્યું કે," વિપદા ટાણે સાથ મૂકી દેનાર મિત્રથી દૂર રહેવું સારું "...
અને ઊપર રહેલો મિત્ર શર્મથી પાણી-પાણી થઇ ગયો. અને નીચે રહેલા મિત્રે પોતાની સૂઝ-બુઝથી પોતાનો જીવ બચાવ્યો. અને ગામ પરત ફર્યો...
તો મિત્રો હવે પ્રશ્ન એ છે કે,"વિંછીંએ કેટલી વખત ડંખ માર્યા?"
જવાબ આપવો અનિવાર્ય છે....