Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અસલનો આબેહૂબ ભ્રમ ઉત્પન્ન કરે છે નકલ.
વળી વાસ્તવિકતાથી કેટકેટલી દૂર રહે છે નકલ.

અક્કલને નથી બનતું એની સાથે કોઈ કાળમાં,
થઈને પ્રક્ષેપ કેવી કેવી ભ્રાન્તિ જગાવે છે નકલ.

સસ્તી પ્રસિદ્ધિ પામવા આચરાય છે આ રસ્તો,
ક્યારેક તો અસલને પણ ભૂલાવી દે છે નકલ.

પર્દાફાશ અસત્યનો થતાં સત્ય પ્રકાશિત થતું,
ધૃણા પામી આખરેને સૌકોઈ ભૂલાવે છે નકલ.

લાલચના આશરે છલના થઈને રહેતી કેટલી !
વહેમની બુનિયાદે ક્યારેક કોઈને ફાવે છે નકલ!!

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111043986
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now